કુટુંબ
કુટુંબ
તમને સ્પર્શ કર્યાનો એ અહેસાસ જ હવે યાદ છે,
ગળે મળીને જી ભરીને રડી લેવાના એ દિવસો યાદ છે,
મારી આંખોમાં જોઈને, મારા પગલાંની આહટ સમજીને,
મારા શબ્દોની થરથરાહટ સમજીને,
મારા માનનાં ખૂણે ચાલી રહેલા એ દરેક મનોમંથનો,
તું કેવી રીતે સમજી જતી હતી !
'મા', 'પિતાજી' તમે આ બધું કેવી રીતે કરી લેતા ?
મુશ્કેલીમાં પણ હંમેશ હસતા ને આંસુ છુપાવતા,
'ભાઈ', તું હવે દૂર રહીને ઝગડવાનું પણ ભૂલી ગયો કે શું ?
'દાદાજી, તમે મને સલાહ આપવાનું કેમ બંધ કર્યું ?
તમારા જ અસ્તિત્વનું હું અંશ છું,
સમુદ્રનું અંતર છે આ સાહેબ,
હદયનું અંતર તો હજી પણ એટલુંજ નજીક છે,
પરદેશમાં વસતા એક દીકરાનો દિલનો વસવસો,
કાગળ-કલમથી ચીતર્યો છે.