કુદરતનો નિયમ
કુદરતનો નિયમ
1 min
197
નથી ગમતું પાનને પણ અલગ થવું,
છતાં તે ઝાડનો પ્રેમ મેળવવા થાય છે,
નથી ગમતું ફૂલોને પોતાની જાતે શોષાવું,
છતાં ભમરાનો પ્રેમ મેળવવા માટે શોષાય છે,
નથી ગમતું ફૂલને પોતાની જાતે કરમાવું,
છતાં પ્રકૃતિની લીલા માટે કરમાય છે,
નથી ગમતું પાણીને વાદળથી દૂર થવું,
છતાં મળવા ધરતીને આવે છે ધસમસતું,
નથી ગમતું લહેરોને કિનારાથી દૂર થવું,
છતાં દરિયાને ફરી મળવા દૂર થાય છે,
આદિકાળથી કુદરતનો નિયમ રહ્યો છે,
કોઈને મળવા કોઈનાથી દૂર થવું પડે છે,
