કુદરતની કરામત
કુદરતની કરામત
1 min
204
કુદરત તારી કરામત અનોખીને અપરંપાર છે,
ભગવાન તારી લીલા અનોખીને લાજવાબ છે,
આટલાં બધાં જીવોમાં ફકત માણસજ કમાય છે,
છતાં બધાં જીવ સંતોષી પણ માણસ ક્યાં ધરાય છે,
ચોક્કસ સમયે દિવસરાત થાય અને ઋતુઓ બદલાય છે,
ખેતી કરતાં મળે ફળ-ફૂલને અન્નએ કુદરતની કરામત છે,
કરે છે જીવ સફર, બાળપણ, યુવાનીને વૃદ્ધત્વની
અંતે છોડે છે આત્મા શરીર જેમ ખરી પડે પાકટ પર્ણ,
કમાલ છે કુદરતની કેવી સર્વ જીવોનો વસવાટ ને થાય પોષણ,
કરામત છે ભગવાનની કેવી બધાં એકમેક પર રહે છે નિર્ભર.
