કુદરત તારી લીલા
કુદરત તારી લીલા


વાહ રે વાહ કુદરત તારી લીલા
એકવીસમી સદીના માનવીનાં,
મોઢા કરી દીધા વીલા,
વાહ રે વાહ કુદરત તારી લીલા.
મંદિર, મસ્જિદ,ચર્ચ બંધ થયાને માનવ થયા એક,
કોરોનાનાં કહેરે માનવતાની જગમાં ફેલાવી મહેક,
કુદરતની સામે મંગળ ઉપર મૂકેલ પગ થયા ઢીલા,
વાહ રે વાહ કુદરત તારી લીલા.
શોધને ટેકનોલોજી કોરોના સામે ના આવી કામ,
કુદરત સામે ખોખલા પડ્યા માનવીનાં હાડચામ,
માનવીની બુદ્ધિને ઘમંડનાં કુદરતે કર્યા લીરેલીરા,
વાહ રે વાહકુદરત તારી લીલા.
કયારેક બહાર તો કયારેક ઘરમાં ખેલાવ્યાં ખેલ,
વર્ષો પહેલાં શાસ્ત્રોએ આવનારી ઘટના ભાખેલ,
કનક કહે હજુય સમજી જાજો કુદરત,
વાહ રે વાહકુદરત તારી લીલા.