Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ક્ષણ

ક્ષણ

1 min
6.9K


ક્ષણમાં જીવું, ક્ષણમાં મરું હું,
પગ ઊઘાડા, રણમાં ફરું હું.

ન ફિકર કશાની,
ન બીક મરવાની,
આવે તોફાનો ભલેને ગમે તેવા,
ઘૂઘવતા દરિયામાં આજ તરું હું.
ક્ષણમાં જીવુ, ક્ષણમાં મરું હું.

કરું છું પ્રેમ એટલો,
ચાંદ ને ચકોર જેટલો,
દિલ તો ધર્યું છે મારું તને,
બીજું શું, ચરણમાં ધરુ હું.
ક્ષણમાં જીવું, ક્ષણમાં મરું હું.

કર્યા કેટલાય ઉપાયો,
ન ક્યાંય હું ફાવ્યો,
રસ્તો લાવું બીજો ક્યાંથી,
તને યાદ સ્મરણમાં કરું હું.
ક્ષણમાં જીવું, ક્ષણમાં મરું હું.

લઈને ફરું છું અરમાનો,
પણ રુઠ્યો છે જમાનો,
સ્વપ્નો પણ છે રિસાયાં 'જશ'થી,
બોલો તો પછી શેમાં સરું હું.
ક્ષણમાં જીવું, ક્ષણમાં મરું હું.


Rate this content
Log in