કૃષ્ણ તું મને યાદ આવે છે
કૃષ્ણ તું મને યાદ આવે છે
પારણીયે ઝૂલતું નટખટ બાળક જોઉ,
ત્યારે હા,યશોદાના લાલ તું મને યાદ આવે છે,
ક્યાંય નિર્દોષ મિત્રતાનું દર્પણ જોઉ,
ત્યારે હા, સુદામાના કાન્હા તું મને યાદ આવે છે,
પ્રેમી યુગલોએ ઓઢેલી પ્રીતની ચાદર જોવ,
ત્યારે હા,રાધાના શ્યામ તું મને યાદ આવે છે,
ઘાસો ચરતી મારી માવડીના ટોળા જોઉ,
ત્યારે હા,ગોકુળના ગોવાળ તું મને યાદ આવે છે,
સ્મિતમય મુખ પર મોરલીરૂપી સત્ય જોઉ,
ત્યારે હા, દ્વારકાધીશ તું મને યાદ આવે છે,
જુગજુગના અંધકારમાં શૃંગારરૂપી અંજવાળું જોઉ,
ત્યારે હા,અર્જુનના સારથી તું મને યાદ આવે છે,
ચોતરફ સૃષ્ટિમાં પ્રેમરસમાં ડૂબેલો પ્યાલો જોઉ,
ત્યારે હા,વ્હાલપના કૃષ્ણ તું મને બહુ યાદ આવે છે.
