STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

કૃપા તણી બલિહારી

કૃપા તણી બલિહારી

1 min
555


કૃપા તણી બલિહારી, એવી કૃપા તણી બલિહારી.

રત્નાકર તો હતો લૂંટારો, કથા ખ્યાત છે સારી,

વાલ્મીકિ તે થઇ ગયો ને કીર્તિ પામ્યો ન્યારી.

માનવકુલમાં વખણાયો એ પામી કૃપા તમારી ... કૃપા તણી.

મધુવનમાં ધન્ય થયા ધ્રુવજી પામી કૃપા તમારી,

ધ્રુવપદ પામ્યા, લક્ષ્મી પામ્યા, દીધી ચિંતા ટાળી,

દુઃખદર્દ ને કલેશ યાતના એણે દીધાં મારી ... કૃપા તણી.

અસુરોથી આવૃત્ત થયો પણ ભક્તિ ગંગા ધારી,

પ્રેમ અને શ્રદ્ધાથી તમને નિશદિન રહ્યો પુકારી,

તરી ગયો પ્રહલાદ છેવટે કૈંક પતિતને તારી ... કૃપા તણી.

વરવા માટે તૈયાર થઇ ઉમા અતીવ રૂપાળી,

તપવા માંડી અપર્ણા થઈ કાયા સૂકવી સારી.

અર્ધાંગે આસન પામી એ દેવી બની તમારી ... કૃપા તણી.

અન્નજલ તજી તપવા બેઠો, કરુણાકાજ તમારી,

રાજા સુરથ દરિદ્ર બનેલો ચિંતા લઇ તમારી,

દર્શન પામ્યો દિવ્ય તમારું, પામ્યો લક્ષ્મી ન્યારી ... કૃપા તણી.

બુદ્ધ વળી ઇશુ તલસી તેમ જ નરસી મીરાંબાઇ,

તુકારામ ને નામદેવની મટી વેદના ભારી,

ઇતિહાસ મહીં અમર બની છે કથા કેટલી ન્યારી ... કૃપા તણી.

ચરણ તમારે મન અંતરની મિલ્કત સઘળી ઢાળી,

અનંત તારા જેવા ભક્તો જીવન ગયા ઉજાળી,

‘પાગલ’ને પણ પ્રેમ કરીને લેજો હવે ઉગારી ... કૃપા તણી.


Rate this content
Log in