કરે વાતો
કરે વાતો
1 min
262
નથી સંભાળી શકતા સારી રીતે ઘર,
દેશ સંભાળવાની વાતો કરે,
નથી મૂકી શકતા પાન મસાલો એ યુવા,
કોઈ માટે દુનિયા છોડવાની વાત કરે,
નથી ચિંતા પોતાના સ્વાસ્થ્યની,
દેશ બચાવવાની વાત કરે છે,
નથી કાબૂમાં રાખી શકતા દીકરાને,
એ આજે પ્રતિષ્ઠિત વ્યક્તિની નિંદા કરે છે,
નથી લઈ શકતા ઘરમાં યોગ્ય નિર્ણય,
આજે ઘડેલા કાયદાની નિંદા કરે છે,
કરે જેટલી વાતો ને ચિંતા આ દેશની,
કરે જો એના ઘર પરિવારની તો રહે,
સદા સુખી સમૃદ્ધ એ પરિવાર.