કોરોનાકાળ યાદ છે
કોરોનાકાળ યાદ છે
ધોધમાર વરસાદમાં બીમાર પડવું મારુ,
યાદ છે તને ?
ન રીક્ષા, ન ગાડી, ન કાંઈ વાહન મળવું,
યાદ છે તને ?
નાખી ખભે, દોડી પવનવેગે,
મને દવાખાને પહોંચાડવું ?
યાદ છે તને ?
રૂંધાતાં મારા શ્વાસને
તાત્કાલિક ઓક્સિજન પહોંચાડવું,
પ્રાણ તારા સંકટમાં નાખી,
મને જીવનદાન આપવું,
યાદ છે તને ?
બની મસીહા અસંખ્ય લોકોની,
કોરોનામાં બચાવી તે જાન,
યાદ છે તને ?
કોરોના કાળમાં ભગવાન બની,
બજાવતા ફરજ એ બધા યાદ છે મને,
ડૉકટર, નર્સ, પોલીસ સેવા બજાવતા,
સહકર્મીઓ, અમે કોરોના વોરિયર્સ
એના ખુબ ખુબ આભારી છીએ,
હતાં, અમે અસંખ્ય રોના દર્દી,
યાદ નહીં હોય તમને, શાયદ ચહેરા અમારા,
તમારી સેવા, નિષ્ઠા ને યાદ છે પ્રેમભાવ તમારા,
અમારા હર શ્વાસમાં, ભરી યાદ તમારી,
જીવશું અમે ત્યાં સુધી પૂજા કરશું તમારી.
