કોરોનાએ વર્તાવ્યો કાળો કેર
કોરોનાએ વર્તાવ્યો કાળો કેર

કોરોનાએ જગત પર આજે વર્તાવ્યો કોળો કેર,
કોરોનાએ આજે લોકોનું જીવતર કરી નાખ્યું ઝેર,
માણસ આજે કોરોના વાયરસ સામે થયો લાચાર,
ફેશન,વ્યશનને દેખાદેખીથી પોતાના પર કર્યો વાર,
આ ચેપી વાઈરસથી માણસો મરી રહ્યા છે ઠેરઠેર,
કોરોનાએ જગત પર આજે વર્તાવ્યો છે કાળો કેર,
નવી શોધો ને ઈચ્છાની ભૂખે માણસ ભૂલ્યો ભાન,
નિર્દોષ પશુ પંખીઓનાં સ્વાદ માટે લઈ લીધા પ્રાણ,
કુદરતે આપ્યા એંધાણ પણ મનુષ્યમાં ના પડ્યો ફેર,
કોરોનાએ જગત પર આજે વર્તાવ્યો છે કાળો કેર,
આજ હજારો લોકોને ભરખી ગઈ આ મહામારી,
કોરોનાની દવા શોધવા એકવીસમી સદીની દુનિયા હારી,
મહાસત્તા વાળા પણ આ રોગથી થઈ ગયા છે ઢેર,
કોરોનાએ જગત પર આજે વર્તાવ્યો છે કાળો કેર,
વૈજ્ઞાનિકોને પણ નથી મળતો આજ રોગનો તોડ,
આ યુગમાં ચિંતા ને દહેશતનો કેવો આવ્યો મોડ ?
પ્રભુને એટલી પ્રાર્થના કે હવે અમારા પર કર મહેર,
કોરોનાએ જગત પર આજે વર્તાવ્યો છે કાળો કેર,