કોરોના
કોરોના
1 min
306
બારી બહાર, - બહાર બહાર છે.
બાકી બાળકો,બા, બૈરી ને,
બેબાકળો આદમી ઘરમાં છે.
બારી બહાર,-બહાર બહાર છે.
છેે સૃષ્ટિમાં સન્નાટો પણ,
પ્રકૃતિને તો,શાંતિ શાંતિ છે.
દેખાય છે,રુદ્ર રૂપ રોડ પર પણ,
છે રાહત રબને,
માણસનાં અત્યાચારોની.
નથી આહટ,- છે રાહત,
નથી કતાર અખબારોની.
છેે કોણ કોરોના, ખબર નથી ?
છતાંં એની ખબર ખબર છે.
શહેર -શહેર,ગામ - ગામ,
એના નામની કબર કબર છે.
બહાર પોલીસ સ્વયંસેવક,
જબર જબર છે.
ઘરમાં રહે એ જ,
અમર - અમર છે.
બાહોશ નેતા અમારો,
ગજબ -ગજબ છે.
