STORYMIRROR

KANAKSINH THAKOR

Others

4  

KANAKSINH THAKOR

Others

કોરોના પર ખિજાયો મચ્છર

કોરોના પર ખિજાયો મચ્છર

1 min
23.7K

મચ્છરભાઈ તો કોરોના પર બહુ ખિજાયા,

આખા જગતનાં લોકોને તે બહુ બિવડાયા,


અમે તો ડંખ મારીને કરીએ છીએ મલેરિયા,

તું તો ડંખ માર્યા વિના માનવોને બહુ મારિયા,


કોરોના તે તો જગતમાં મચાવ્યો કાળો કેર,

માનવો સાથે તારે કયાં ભવનું લેવાનુ છે વેર ?


સ્વચ્છતા ના રાખે તેને બિમાર કરીએ ભાઈ,

અમે મલેરિયા મટી જઈએ કલોરોફીલ ખાઈ,


તારી તો દવા નથી શોધાઈ તુ કેવો બેરહેમ ?,

આજ તુ માનવો ને ઘરમાં રમાડી રહ્યો ગેમ,


મારુ કહેવુ માન તું માનવજાત પર કર દયા,

તારા કહેરથી કેટલાય યમલોક પહોંચી ગયા,


બાળકો ને વૃધ્ધોનો વિચાર કરી વળ પાછો,

મારા ભઇ કોરોના જગને ના બનાવીશ લાશો.


Rate this content
Log in