કોરોના અને સ્ત્રી
કોરોના અને સ્ત્રી
કોરોના તું, ક્રિષ્ના તો નથી ને.!
તારા આવવાથી,થઈ સ્ત્રીની રક્ષા.
બંધ થયા બળાત્કાર.
થઈ બંધ કિડનેપિંગ.
થઈ રક્ષા સ્ત્રી અને સૃષ્ટિની.
જો ને, શુદ્ધ થઈ સૃષ્ટિ.
ને પવિત્ર થઈ સ્ત્રી.
વગર વને,.. વાનપ્રસ્થાન
પળાયું ઘરમાં જો ને.
દો ગજ કી દૂરી તું લાવ્યો જો ને.
શેતાન, આજ માનવી બન્યો જો ને.
સમજદાર થઈ સ્ત્રી, છોડી નોકરી.
પાછું આપ્યું બાળપણ બાળકને.
માટીના મકાન,આજ ઘર બન્યા જો ને.
કોરોના તારા આવવાથી.
ઘણું બદલ્યું,
પરંપરા, રીતરિવાજ, શિક્ષણ અને
જીવન જીવવાની રીતો
હતા ભક્તિમા આડંબરો.
એ પણ તે તોડયા.
મંદિરમાં લગાવી તાળા.
કોરોના તું છો, કાના કાળા.!
બતાવી લાલ આંખ તે માનવને.
જીવવા દો, પશુ પક્ષી અને જીવજંતુ ને.
નથી ધરા પર કોઈ એકનો અધિકાર.
જીવો ને જીવવા દો, 'જીવ' સૌ સમાન.
