કોરો કાગળ
કોરો કાગળ
માનો તો હું તમ જીવનનો,
'અનોખો પારસમણી' છું....!
ન માનો તો પાંખ વિનાનો,
નકામો કોરો કાગળ છું.....!
ચિત્રકાર ચિત્ર આલેખી,
ખીલવે કલાનું સૌંદર્ય.....!
હર કોઇના હૃદયને સ્પર્શે,
વધારે માન ને ધન અમૂલ્ય...!
'એ મુજ કોરા કાગળનો પ્રતાપ'.
પ્રેરણાદાયી કવિતાઓ આલેખી,
જે જનજનના ઉરમાં ગવાય...!
ક્યારેક કોઈને હિંમત મળે તો,
ક્યારેક જીવન ઉલ્લાસે ગવાય...!
'એ મુજ કોરા કાગળનો પ્રતાપ'.
જન્મ લીધો મનુષ્ય અવતારે,
છઠ્ઠીએ આલેખાયા લેખ....!
મા વિધાતા એ લેખ લખ્યા,
ઘડાયા જીવનના નસીબોનાં,
લેખ.......!
'એ મુજ કોરા કાગળનો પ્રતાપ'.
વિધાર્થી સદા આલેખે,
ભણતર કેરું જ્ઞાન....!
નિત નિત નવા અક્ષરો શીખી,
મેળવે સિધ્ધિ વિવિધ ક્ષેત્રે
જ્ઞાન વિજ્ઞાન....!
'એ મુજ કોરા કાગળનો પ્રતાપ'.
કોરા કાગળમાં છપાઈ નોટ,
એ બની ભારતની ચલણી
નોટ.....!
એ નોટનો મહિમા મહાન,
વ્યક્તિને એ અપાવે
બહુમાન......!
'એ મુજ કોરા કાગળનો પ્રતાપ'.
ન ફેંકશો મુજને નકામો સમજી,
હું અમૂલ્ય 'વૃક્ષ' તણા
અંગની નિશાની....!
અજમાવશો મુજને વિવિધ
સુપ્રયોજને તો,
તો ચમકાવીશ કિસ્મત હું
બની 'પારસમણી' તણી,
નસીબી નિશાની...!
'એ મુજ કોરા કાગળનો પ્રતાપ'.
હે પ્રભુ ! હું અબુધ કોરો કાગળ,
ન ભરી એમાં ભક્તિની
ગાગર....!
નિ:સ્વાર્થ સેવાએ ખિલાવી
જીવન,
ચમકાવજે મારો કોરો
કાગળ.....!
'એ તારા શ્રેષ્ઠ કૃપા કાગળનો પ્રતાપ'.