STORYMIRROR

DR REKHA SHAH

Others

4  

DR REKHA SHAH

Others

કોડીલી કન્યા

કોડીલી કન્યા

1 min
308

કોડીલી કન્યાને લગ્ન કેરાં કોડ,

માતા-પિતાને પણ દીકરી વળાવવાના કોડ,

સાસરિયા માંગે છે દહેજમાં રોકડા,

ગરીબ મા-બાપ લાવે ક્યાંથી પૈસાનાં થોકડા.


રાંક પિતા કરે છે હવે મસમોટું દેણું,

ભાંગે છે નિર્દયીને ક્રૂર સમાજનું મેણું,

દીકરી પરણાવવા હોંશેથી ચોરી સજાવી,

ફળિયાના મંડપ મહીં દીકરીને પરણાવી.


પાનેતરમાં સજ્જ દીકરી ઝીણું ઝીણું રડતી,

માતા-પિતા એ આજ વળાવવાની છે દીકરી,

થરથર હવે ગોખલામાં દીવો પણ કંપતો

સૂનાં મૂકીને ચાલી જશે દીકરી સૌ સંબંધો.


આવી છે નજીક ઘડી વસમી વિદાય કેરી,

કેસરિયો સાફો આજે લઈ જાશે વ્હાલી દીકરી,

છેડલે શિખામણ મા-બાપની તું બાંધજે,

માન-મર્યાદા સાસરીમાં મા-બાપની રાખજે.


થોડાં સમયમાં આવ્યા છે સમાચાર,

સાસરિયામાં દુઃખી છે દીકરી પારાવાર,

ગરીબ મા-બાપની કેવી છે લાચારી,

સાસરિયાથી પાછી દીકરી ન તેડાવી.


આવે છે હવે તો અંતિમ ઘડીઓ,

કહે છે સૌ, ગરીબ દીકરીએ પૂર્યો છે કૂવો,

ટળવળતા મા-બાપ આપે છે આશિષો,

સંસારમાં કોઈની કૂખે દીકરી ન અવતરશો !


Rate this content
Log in