કો'ક તો સમજાવે જિંદગી
કો'ક તો સમજાવે જિંદગી
1 min
23.6K
કો'ક તો સમજાવે સાલી જિંદગી ને,
શું ગમે છે પાયમાલી જિંદગી ને.
એક દફતર બાળપણનું લઈને પીઠે,
શીખવું છે શું આ સાલી જિંદગી ને
છે હ્ર્દય મા-બાપ જેવું એટલે તો,
સાંચવે છે આ ધમાલી જિંદગી ને.
જેમ જૂએ છે દડો વિકલાંગ બાળક,
બસ નિહાળું એમ ખાલી જિંદગી ને.
તારા સરનામે હવે હું મોકલું છું,
એક મારી પ્રાણ વ્હાલી જિંદગી ને.
બસ સમય લૂંટી રહ્યો છે અમને મહેબુબ
રોજ આપું શું સવાલી જિંદગી ને.
