કન્યાદાન
કન્યાદાન

1 min

499
સમણાં સમાયા વીતી જરા જ્યાં મુગ્ધાવસ્થા મીઠી,
આવ્યું નોતરું દુહિતા તેડવાને ત્યાં સાજનની ચીઠી,
હૃદય સમ તનુજાને સજાવી ચોળતા અંગ પીઠી,
આજ્ઞાંકિત બની જશે શ્વસુર ખેડવા ભૂમિ વણદીઠી,
વળાવી આત્મજા ત્યાં ગીત ગાઈ કરી અણદીઠી,
વિદાય આપી અશ્રુભરી આંખે જાણે અંતિમ દીઠી,
શૂન્ય માનસ ઘડી વારમાં થઇ નજરે કન્યા અદીઠી,
દોહિત્ર લઇ આવશે વળી સજીવન થઇ આશ મીઠી.