કણકણનો અવતાર
કણકણનો અવતાર
1 min
13.3K
ઓમથી આકારમાં છે શબ્દનો સંસાર હું જાણું જ છું,
શબ્દથી દુનિયા મહીં સાચો બને શણગાર હું જાણું જ છું.
ઝાડમાં તું બીજ છે ને, બીજમાં તું ઝાડ છે, કણકણ બની,
એજ કણકણનો ખરો તું એક છે અવતાર હું જાણું જ છું.
આપવું છે શબ્દને મારે હતું એ કાળ રૂપ પાછું બધું,
વેદ, શંકરનો હતો એ સત્યનો આકાર હું જાણું જ છું.
કામ મારે એટલું કરવું અહીં ભેગાં મળી સતકારનું,
જન્મનો મારો ખરો એ કામનો કિરદાર હું જાણું જ છું.
શબ્દથી જે થાય છે સાચો બધે અજવાસ હું જાણું જ છું,
બોલતાં ના આવડે તો થાય છે અંધાર હું જાણું જ છું.