STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

કંકોત્રી

કંકોત્રી

1 min
467

મેં તો ફૂલનો ગરબો કરાવ્યો રે,

એમાં કંકોત્રી લખી આમંત્રણ આપ્યું રે;

સર્વે દેવીઓને આપ્યું છે આમંત્રણ,

કોણ કોણ આવશે ને,

કોને આવે રંગ રહેશે રે...


મેં તો ફૂલનો ગરબો કરાવ્યો રે...


અંબા આવ્યા ને,

બહુચર માતા આવશે રે,

હું તો જોઉં મારા ચેહર માની વાટ એમને આવે રંગ રહેશે રે...


મેં તો ફૂલનો ગરબો કરાવ્યો રે..

એમાં કંકોત્રી લખી આમંત્રણ આપ્યું રે.


ખોડિયાર મા આવ્યાં ને મહાકાળી મા આવશે રે

હું તો જોઉં મારા ચામુંડા મા ની વાટ એમને આવે રંગ રહેશે રે...


મેં તો ફૂલનો ગરબો કરાવ્યો રે,

એમાં કંકોત્રી લખી આમંત્રણ આપ્યું રે.


સામગ્રીને રેટ આપો
લોગિન