કંઇક ગોતી રહી છું
કંઇક ગોતી રહી છું
1 min
576
ક્યાંક સંતાઈ ગયેલો સમય તો
ક્યાંક વીતી ગયેલા દિવસો ગોતી રહી છું
હું કંઇક ગોતી રહી છું
ક્યારેક વીતી ગયેલી યાદો તો,
ક્યારેક વિતિગયેલું બાળપણ ગોતું છું.
હું કંઇક ગોતી રહી છું.
ખબર નથી મને કે મને શુ ગમે છે
હું તો માત્ર લોકોને ગમાવાનો પ્રયત્ન કરું છું
હું કંઇક ગોતી રહી છું
રોજ એક નવી રાહ ગોતું છું
જૂના મિત્રોનો સંગાથ ગોતું છું
હું કંઇક ગોતી રહી છું
સમી સાંજે એક શાંત વાતાવરણ ગોતું છું
આનાકાની વગરનું ખડખડાટ હાસ્ય ગોતું છું
હું કંઇક ગોતી રહી છું
રોજ આવતી આવતી કાલને ગોતું છું
રોજ એક નવી રાહ ગોતું છું
હું કંઇક ગોતી રહી છું
