કમળ
કમળ

1 min

11.9K
પંકજ પંખ પનઘટ પાણીમાં પ્રેમ પ્રસારે
કામિની કામણગારી કમલ કેરી કલગી
ઉત્પલ ઉર ઊંચી ઉલ્ટી ઉભરતી ઉત્કતા
ક્રમ કરતા કર્દમ નીપજે કનક કર કમળ
સર્જ્યા સુંદર સખા સરોજ સુવર્ણ સરીખા
ત્વચા તોયજ ત્રિનેત્ર તમ તન તામ્રવર્ણ
જ્યોતિ જલે જલકમલ જન જન ઝરૂખે
અંબુજ આશરે અંભોજ અનન્ય અખિલ
ફોરમ ફરી ફૂલ-પુષ્કર ફરકે ફેણ ફેલાવી
રાજીવ રત્ન રમણીય રાખ્યું રાષ્ટ્ર-મકરંદ
પંકજ પંખ પનઘટ પાણીમાં પ્રેમ પ્રસારે
શતદલ સરસિજ સત્વથી સૃષ્ટિમાં સમાયું.