કલરવ
કલરવ
1 min
293
ગગન ભણી વિહાર કરતા,
પંખીઓનો આ મધુર કલરવ,
આંખ ઉઘાડી દુનિયા જોઈ,
નવજાત શિશુનો મિઠો કલરવ,
વરસાદના બુંદો ધરતી સ્પર્શતા,
મયુરોના વૃંદનો કલરવ,
પહાડોની સુંદરતામાં શોભા ઉમેરતા,
ઝરણાંના વહેવાનો કલરવ,
મોજ મસ્તીમાં કિલ્લોલ કરતા,
ભૂલકાઓને હાસ્યનો કલરવ,
કુદરતનું સાનિધ્ય પ્રાપ્ત થયું,
એને માણી લેવાનો કલરવ,
"પ્રણવની કલમે" કવિતાઓમાં,
શબ્દોનો મહેકતો કલરવ,
ગગન ભણી વિહાર કરતા,
પંખીઓનો આ મધુર કલરવ.
