કલ્પના
કલ્પના
1 min
21K
વાસ્તવિકતા કરતાં અધિક રંગીન હોય છે કલ્પના,
સપ્તરંગી સજાવટે સદાય સંગીન હોય છે કલ્પના.
વિચારોના સંગાથે આગળ વધી વ્યાપને વધારતી,
આફતની વેળામાં કેટલી ગમગીન હોય છે કલ્પના.
હોય છે સત્યથી વેગળી તોય કેવી સુમધુર ભાસતી !
કદીક રજનું ગજ કરીને ઉદાસીન હોય છે કલ્પના.
શિયાળાની ઝાકળસમી સત્ય પ્રકાશતાં નષ્ટ પામતી,
વળી માનવીના 'તુડે તુડે મતિર્ભિન્ન' હોય છે કલ્પના.
બનતી સહાયક કવિને શબ્દચિત્ર ખડું કરી દેવામાં,
માનસપટલે ગગનવિહારી આફરીન હોય છે કલ્પના.
