Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Others

3  

Alpa Vasa

Others

કલમ

કલમ

1 min
362


ડાયરીમાં વાત મારી કેમ છે ?

આ જ સાચું છે ? કે મારો વ્હેમ છે ?


આયખું અડધું ગયું છે આમ તો,

તોય બાકી ઓરતાઓ કેમ છે ? 


ખાસ તો તાજા કલમ નીચે લખું,

લાગણીના આજ ટૂટ્યા ડેમ છે. 


શબ્દ ને શ્યાહી હવે સુકાઈ ગ્યા,

ગાડુ ગબડે, એ ખુદાની રહેમ છે.


હું લખું ઓછું, તમે વાંચો વધુ,

આપણું તો એ જ સગપણ હેમ છે. 


આમ લખવા જોગ બીજું કાંઇ નૈ,

ટેરવાને આજ ઉગ્યો પ્રેમ છે.


Rate this content
Log in