કિંમત
કિંમત
1 min
674
પ્રયત્નો ઘણા કર્યા સંબંધોને સાચવવાના,
જ્યાં લાગણીઓની કિંમત નથી ત્યાં હવે ભળવું નથી.
સમજાવવા કિંમત લાગણીની ઝઝૂમ્યો ઘણો,
હદયમાં પીડા લઈ મારે હવે લડવું નથી.
કેટકેટલી વેઠી વેદના આ સંબંધમાં 'આકાંક્ષા' ,
પડી રહી બેઅસર અહીં હવે સડવું નથી.
મારેય જીવવા છે શમણાંઓને અણનમ રહી,
ખોટી લાગણીઓના નામે હવે મરવું નથી.
ખોવાઈ જવું છે બેનામ થઈ આ દુનિયામાં,
ફરી તૂટીજવા મનથી, હવે તને મળવું નથી.