STORYMIRROR

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

ખરેખર

ખરેખર

1 min
13.6K


પંખી પગે ચાલીને આવ્યા

બિમાર માછલીને ગગને મળવા

 

માનવી સાત સમંદર તરીને આવ્યો

પંખીના ચાર દિવાલના ઘરમાં

 

નર્તકી દોડીને આવી હરણને ભેટવા

સસલાં નાચતા આવ્યા તખ્તા પર મળવા

 

બળબળતા તાપમાં સહેલીઓ ઉઘાડા પગે આવી

પરીઓના દેશમાં રાસે રમવા

 

વર્ષાની રિમઝિમમાં ટહેલતી રણમાં આવી

ઠંડા ઝાંઝવાના જલ મન ભરીને પીધા

 

સ્વપનનો ભરપૂર આનંદ માણી રહી હતી ત્યાં

‘ખરેખર’ કહેજો કોણ આવીને ચાદર ખેંચી રહ્યું હતું ?


Rate this content
Log in