ખોરાક
ખોરાક
1 min
226
મુઠ્ઠીભર ખાનાર જોયા હટ્ટાકટ્ટા,
સુકલકડી દેખ્યા બહુ ગળચટ્ટા,
ભૂખ્યે પેટ જેટલા ગરીબ મર્યા,
બહુ ખાઈને કેટલાય પ્રાણ હર્યા,
તવંગર ખાઈને વ્યાયામ કરશે,
મહેનતકશ જમવા કર્મને વરશે,
ક્યારે, કેટલું, ને શું લેવું ભોજન,
સંયમ, વિવેક રાખે સ્વસ્થ જન,
મુઠ્ઠીભર ખાનાર જોયા હટ્ટાકટ્ટા,
માપમાં ખાવું મીઠા હોય કે ખટ્ટા.
