કહેવતમાં સગપણ
કહેવતમાં સગપણ
વાતે વાતે કહેવત સગપણ જૂએ
ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ
દુબળો જેઠ દિયરમાં ખપે ને ત્રેવડ ત્રીજો ભાઈ
તું કાકો કહેવાય જો મૂછ ઉગે તને મારી ફઈ
મા મૂળો બાપ ગાજર ને ચોરનો ભાઈ ઘંટીચોર
કન્યા અને કરજ કરગરવાથી ના મળે કામચોર
જેવી ભાઈની ભાજી એમાં બહેન રાજી
મા તે મા બીજા વગડાના વા કરે તારાજી
બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા પાશેર
બાપ શેર તો દીકરો થયો સવા શેર
બાપનું વહાણ ને બેસવાની તાણ
મૂળાનો તે સગો ભાઈ અથાણામાં માન
આલાનો ભાઈ માલો
જાનમાં જાણે નહિ ને ફઈ કહે મ્હાલો
જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ ઓછા નહિ
બાઈને કોઈ લે નહિ ને ભાઈને કોઈ આપે નહિ
વાતે વાતે કહેવત જૂએ સગપણ
ગોળ ને મા લાવે જમવામાં ને સંસારમાં ગળપણ.