STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories

4  

Vrajlal Sapovadia

Children Stories

કહેવત

કહેવત

1 min
564

કહેવત, રૂઢિ અને ઉખાણાં સમાજનું દર્પણ 

ભાષાને કરે સુંદરતા ને વિવિધતા અર્પણ 


ભાષા આધી અધૂરી ભાસતી બિન કહેવત 

નાનામાં નાની બંદિશમાં કહેશે મોટી વાત 


લોક જિહવા પર ઉગે અનુભવથી લોકોક્તિ

બોલીમાં સજાવે રૂપ ને ભરે રંગ સહ યુક્તિ 


ભર્યો ડહાપણનો ભંડાર એ અનોખો વારસો 

જીવન નિકટ રહેતી કહેવતમાં હોય કારસો 


મનુષ્ય દિમાગમાં સ્થિર રહે છે જલ્દી યાદ 

પ્રજાના અનુભવોનો નીચોડ છે તે નિર્વિવાદ 


અવલોકન બને સંસારની વ્યવહાર પટુતા

ક્યારેક વ્યંગ ભરવા ઉખાણામાં બિન કટુતા 


માનવી કોઠાસૂઝથી ઊપસ્યાં મોતીના દાણા

રચતી ભાષાને રસિક ચોટદાર વિના નાણાં 


શીખવે નૈતિક મુલ્ય સજાવતી વળી અલંકાર 

ભાષા મહીં લાઘવ આણી બનાવે અસરદાર 


કહેવત પરંપરાગત રૂપક ને સંગ્રહનો સંગ્રહ

વ્યક્ત કરવા વિનોદવૃત્તિ રાખે નહીં પૂર્વાગ્રહ 


દ્રષ્ટાંત સમજાવતી તે દીસે ગાગરમાં સાગર 

ઉદાહરણ ને કહેવત કરે ભાષા ઘણી કારગર.


Rate this content
Log in