STORYMIRROR

Neha Desai

Others

4  

Neha Desai

Others

કેવું નહીં !

કેવું નહીં !

1 min
166

જમણો હાથ હંમેશા, મોં તરફજ લંબાય છે,

કેવું નહિ !

ડાબા હાથે હંમેશા, અશુભ કામ જ થાય છે!

કેવું નહિ !


પ્રિયજન, પોતાનાં થઈને,  હંમેશા મન દુભાવી જાય છે,

કેવું નહિ ! 

પારકાં અંગત થઈને, સાથ નિભાવી જાય છે,

કેવું નહિ !


દીપકની અખંડ જ્યોત, 

બળીને હંમેશા રાખ થઈ જાય છે,

કેવું, નહી..? 

અંધકાર દીવાની નીચે તોય, રેલાય જાય છે,

કેવું નહિ !


ખુશી હોય કે ગમ, 

આંખમાં કાયમ આંસુ આવી જાય છે, 

કેવું નહિ !

હૃદય અને આંખ, હંમેશા દોસ્તી નિભાવી જાય છે!

કેવું નહિ !


પ્રેમમાં પડેલાંઓનાં મન, 

તરત ઓળખાય જાય છે,

કેવું નહિ !

અધુરી “ચાહત”, હંમેશા યાદ રહી જાય છે.

કેવું નહિ !


Rate this content
Log in