કેવો મજાનો સમય હતો
કેવો મજાનો સમય હતો


કેવો મજાનો સમય હતો,
આપણી પાસેય સમય હતો,
રમવા, જમવા કે ફરવાનો
આપણો સમય નક્કી નહોતો.
ના ભણવાની ફિકર હતી,
ના કમાવવાની ઉંમર હતી,
બાળપણની આપણી દોસ્તો,
મજા કંઈક ઓર હતી.
ના મોબાઈલ કે ગેમ હતી,
ના ટી.વી.કે કોઈ ચેનલ હતી,
આમલીપીપળી ને ગિલ્લીદંડા
સાથે સંતાકૂકડી ફ્રી હતી.
ના ડૉરેમોન કે નૉબીતા હતાં
ના છોટાભીમ કે ચુટકી હતાં,
વાર્તાની પરીઓની પાંખે,
અમે નભમાં વિહરતાં હતાં.
ના ત્યાં માની મમતા હતી
કે પિતાની આભ અટારી હતી,
અમારા ગામની ગલીઓમાં
અમારા બાળપણની યાદો હતી.