કેવી લાગી આઝાદી
કેવી લાગી આઝાદી
1 min
181
જાણે એક દુલ્હનને તેનાં પિયુ મળ્યા...
એવી લાગે આઝાદી...
જાણે એક મા ને તેનો લાલ મળ્યો...
એવી લાગે આઝાદી...
જાણે એક પિતાને સહારો મળ્યો...
એવી લાગે આઝાદી....
કેસરીયા રંગે રંગાઈ ત્રિરંગો મળ્યો...
એવી લાગે આઝાદી...
જાણે નાના બાળકને ખોવાયેલી મા મળી...
એવી લાગે આઝાદી....
શહીદી વહોરીને વીરોને અમરતા મળી...
એવી લાગે આઝાદી.
