STORYMIRROR

Mahendra Rathod

Others

3  

Mahendra Rathod

Others

કેમ રે મનાવું

કેમ રે મનાવું

1 min
4.9K


કેમ રે મનાવું તમને કેમરે સમજાવું રાણાજી

હું તો શામળિયાંને વારી

હો હું તો કેમ રે મનાવું


ચાર રે દિવસની જિંદગી આ મારી

વાટલડી જોતા થઈ આંખલડી ખારી

હો હું તો કેમ રે મનાવું


ચારેકોર વાદળી ઘેરાઈ છે દલડે

ઉપજી ચિંતાઓ જોને મારા ચિતલડે

હો હું તો કેમ રે મનાવું


ભીતરથી રૂદિયું રુએ ને આતમ અંતરથી રાણાજી

હું તો શામળિયાંને વારી

હો હું તો કેમ રે મનાવું


ભીંજવે મેહુલિયો થઈને હાટલડી મારી

ચાતક સમ જોઉં વાલમ વાટલડી તારી

હો હું તો કેમ રે મનાવું


ખોટા વદાર તારા ને ખોટી વાતલડી રાણાજી

હું તો શામળિયાંને વારી

હો હું તો કેમ રે મનાવું



Rate this content
Log in