કેમ લગાડો વાર ?
કેમ લગાડો વાર ?
ધારો તો કરો એક પળ મહીં પાર,
છતાંયે કેમ લગાડો વાર ? ... ધારો તો.
બંધ કરી ના ખોલે આંખડી તે પહેલાં કરો તમે ઉદ્ધાર,
જોતજોતામાં કરી ન્યાલ શકો છો, તોય કરો શાને વાર ?... ધારો તો.
મૂક ભલેને હોય, ધારો તમે તો કરે, વેદ મંત્ર તણી ધાર;
નિર્બલ બલ પામી આનંદી ઊઠે, પ્રાણ પામે મરનાર... ધારો તો.
જ્ઞાની ના ધ્યાની હોયે વૈરાગી યે છતાં યે, પામે તમારો પાર;
તમારી કૃપા થકી તો મૂરખ પંડિત થાયે, જાણીને હૈયા કેરો હાર... ધારો તો.
‘પાગલ’ કે’ તમારી કૃપા તો ખરે છે કહી સર્વે સાધનની સાર;
વરસો વિલંબ વિના કરુણા કરી તો તો, થાય કોઇનો નિસ્તાર... ધારો તો.
