STORYMIRROR

Vrajlal Sapovadia

Others

4  

Vrajlal Sapovadia

Others

કેડી

કેડી

1 min
171

નાની સાંકડી કેડી

સુંદર કેવી કેડી

વાંકી ચુંકી કેડી

બિછાવી પછેડી


પગે બાંધી બેડી

હાથમાં લઇ ગેડી

ઉપર ચાલે એડી

માથે લઇને તેડી


કેડી એટલે કેડી 

માર્ગ કંડારે કેડી 

કોઈ ચાલે કેડી 

રાતે કોઈએ છેડી


પાકી એટલે વેડી

ખેતર જેમ ખેડી

પાણી પાયું રેડી

રોજ ચાલે કેડી 


લોક ચાલે કેડી 

એમ થાય કેડી 

વાડી જાય કેડી 

બીડ જાય કેડી 


ઘેર જાય કેડી 

સૌને જાય તેડી 

જાણે ઊંચી મેડી 

કેડી એટલે કેડી 


સામગ્રીને રેટ આપો
લોગિન