STORYMIRROR

Mukesh Jogi

Others

3  

Mukesh Jogi

Others

કદર કોને કસબની છે

કદર કોને કસબની છે

1 min
14.4K


ગઝલ જાણે ગઝલની છે,

પીડા સરખી પ્રસવની છે.


શિકાયત શું કરું તારી,

મને પરવાં અદબની છે.


હતી ચિંતા મને તારી,

તને ચિંતા અવરની છે.


ચમનમાં જે ઉદાસી છે,

સજા આ ક્યા સબબની છે.


નગદ પર તો નગર જીવે,

કદર કોને કસબની છે.


અગર જોવું મગર જોવું,

જમાવટ તો ગજબની છે.


નજર "જોગી" હતી માસૂમ,

તહોમત તો કતલની છે.


Rate this content
Log in