કાયર કૈંય શકે ન કરી
કાયર કૈંય શકે ન કરી
1 min
164
જંગ જીતવા જાય કદી ના, અમર ન થાય મરી;
જીતીને જશ પણ ના પામે, જાય ન તાપ તરી. ... કાયર.
બંધનમાં બંધાયો; બંધન શકે જ કેમ હરી;
ગુલામ શું આઝાદી માણે, મુક્ત શકે ન ફરી. ... કાયર.
અંતરાય ને સંકટ-કંટક આવે ફરી ફરી;
પ્રલોભનો યે અપાર આવે, કેમ શકે વિચરી ? ... કાયર.
તીર તેમ તરવાર પડે ને ગોળા છૂટે વળી;
થાય ધ્રુજારી, કંપે કાયા, બેસે કેમ ઠરી ? ... કાયર.
જવાંમર્દ જીતી જાયે ને શ્રીસુખ જાય વરી;
‘પાગલ’ વીર બની જા જંગે, કાયર થા ન જરી ... કાયર.
