કાયમ શું નાના ' જ રહેશું
કાયમ શું નાના ' જ રહેશું
1 min
249
કાયમ શું નાના'જ રહેશું ?
બોલી કંઈ ના'જ શકીશું !
નાના મોંઢે મોટી વાત શું ?
બાળક છીએ મૂંગા રૈશું ?
આ મારી, વાતોને સમજો,
ના સમજો તો ના બોલીશું !
સામે હિંમત રાખી બોલી,
મોટા તો ક્યારેક બનીશું !
પડછાયા રે'વું ક્યાં કારણ ?
જીવનમાં કો' કેમ વધીશું ?
