કાનુડો નાનો
કાનુડો નાનો
1 min
201
કાનુડો નાનો નાનો
બાલુડો નાનો નાનો
યશોદાનો લાલો ને નંદનો દુલારો
નંદનો દુલારો....(૨)હા ....નંદનો દુલારો
દેવકી વસુદેવનો પ્યારો
કાનુડો નાનો નાનો....(૨)
ગોકુળની ગલીઓમાં ઘુમે ને માખણ ચુરાવે
માખણ ચુરાવે....(૨) હા..માખણ ચુરાવે
સૌને પ્યારો પ્યારો લાગે
કાનુડો નાનો......(૨)
મુગટ મજાનો શોભે ને મોરપીંછ લગાવે
મોરપીંછ લગાવે.....(૨) હા ... મોરપીંછ લગાવે
સૌને રાસ એ રમાડે
કાનુડો નાનો નાનો...(૨)
યમુનાજી ના કાંઠે એતો ગિલ્લી દડો રમાડે
ગિલ્લી દડો રમાડે....(૨) હા.. ગિલ્લી દડો રમાડે
કાળીનાગ ને નચાવે
(૨) કાનુડો નાનો......
