STORYMIRROR

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

કાંઠે વસે છે

કાંઠે વસે છે

1 min
27K


કાંઠે વસે છે એ શું મઝધારમાં વસે છે;

હુન્નર કહો છો જેને ઓજારમાં વસે છે ?


ભાષા તમે જે જાણો એનો ય અર્થ શું છે;

નિસબત કહો છો જેને આચારમાં વસે છે.


ભણતરથી સારું એ છે બિલકુલ અભણ રહેવું;

ભણતર કદીય કોઈ આકારમાં વસે છે ?


બે વાક્ય લખવાં એ તો છે ખેલ બહું પુરાણો,

સંવેદના અજાણ્યા કોઈ તારમાં વસે છે.


ચાખ્યો છે રસને જેણે સુપેરે એજ કહી દે,

કે સ્વાદ સાચેસાચો પાનારમાં વસે છે.


બેઉં તજીને કાંઠા નીકળી નથી શક્યાં જે,

એનાં પ્રવાસ આખર તો દ્વારમાં વસે છે.


સજ્જન સ્વભાવ જેનો ઢળતાં જ આંબા માફક,

પરિચય સમું ય એનાં આભારમાં વસે છે.


Rate this content
Log in