STORYMIRROR

Neha Desai

Others

4  

Neha Desai

Others

કાં, ન શકું ?

કાં, ન શકું ?

1 min
188

તું કહે તો, નજરોથી તીર ચલાવી શકું,

હૃદયને મારાં, આમ કાં, ન બહેલાવી શકું ?


સફળતાનાં રસ્તાઓની ડગર છે, અજાણી,

સઘન પ્રયત્નો પછી, હાર કાં, ન માની શકું ?


મૃગજળની પ્યાસ થઈ, પીવાય છે, જિંદગી,

ચતુર કાગડાની જેમ, જિંદગી કાં, ન પી શકું ?


વસંત ઝુમે છે, પીળો ગુલમહોર બનીને,

યાદોની પાનખર, રંગોથી કાં, ન સજાવી શકું ?


દરિયાશી મોજ ને, કુદરતની રહેમને,

'ચાહત'થી હર પળ એમ, કાં, ન માણી શકું ?


Rate this content
Log in