Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others Romance

3  

Jashubhai Patel

Others Romance

જ્યારે હસે આમ તું

જ્યારે હસે આમ તું

1 min
13.4K


ફૂલો મહેંકાયા કરે જ્યારે હસે આમ તું,

ઉપવન ટહુકાયા કરે જ્યારે હસે આમ તું.


ચંદ્ર ભલે શરમાઇને સંતાય વાદળ મહીં,

રુપ તોય છલકાયા કરે જ્યારે હસે આમ તું.


આ પવનઝૂલે ઝૂલતાં વ્રુક્ષો ય જોને હસ્યાં,

ભમરા ય મલકાયાં કરે જ્યારે હસે આમ તું.


જો સાથ તારો હોય તો રસ્તો ગમે તે ન હો,

મન આજ હરખાયા કરે જ્યારે હસે આમ તું.


લઇલે ભલે મારી પરીક્ષા આજ મન ફાવતી,

'જશ' પ્રેમ પરખાયા કરે જ્યારે હસે આમ તું.


Rate this content
Log in