જયાં માથું પીટતો હો આદમી
જયાં માથું પીટતો હો આદમી
1 min
27K
જયાં માથું પીટતો હો આદમી, ખુદની જરૂરત પર,
કરે વિશ્વાસ કોઈ કઇ રીતે સારા મુહૂરત પર.
અહિં પ્રત્યેકની આંખોમાં બસ આંસુ જ આંસુ છે,
છતાં પ્રત્યેક હસતા હોય છે રડતાની સુરત પર.
શરણ પામી તમારી મૌતને ભેટી જવું'તુ પણ,
છતા આવી નહીં કમબખ્ત એ સારા મુહૂરત પર.
આ કેવો દોર છે ભૂખ્યાને દાણો પણ નથી મળતો,
ચડે પકવાન છે તો પણ અહિં સોનાની મુરત પર.
અરે 'મહેબૂબ' જો બાળક નિશાળે જાય છે કોઈ
મહેકતું હોઇ છે ઉપવન પછી તો એની સુરત પર.
