STORYMIRROR

KANAKSINH THAKOR

Others

3  

KANAKSINH THAKOR

Others

જુગારથી જિંદગી થશે ધૂળધાણી

જુગારથી જિંદગી થશે ધૂળધાણી

1 min
176

જુગારમાં કેટલાય ઘરોની જિંદગી થઈ ધૂળધાણી

લે આવ્યો એક્કો, બાદશાહ ને રાણી


જુગારનાં પત્તામાં તારો 

પરિવાર ખોવાઈ જશે પલમાં

જુગારની લતમાં કેટલાય 

ભૂપ ખોવાઈ ગ્યા આ ખેલમાં,


ખેતર, ખોરડા વેચાઈ જશે ને રૂપિયાનું થાશે પાણી

લે આવ્યો એક્કો, બાદશાહ ને રાણી


બંધ બાજી કે ખૂલી બાજી

જુગાર કરશે તને પાયમાલ

જુગારમાં તારુ સર્વસ્વ જશે

ખિસ્સામાં નહીં રહે રૂમાલ,


તીન પત્તીમાં તારું ઘર પતી જશે એ વાત તે જાણી

 લે આવ્યો એક્કો, બાદશાહ ને રાણી


થોડું જીતુ એ લાલચમાં 

જિંદગીની ના ખેલીશ બાજી

ઘરમાંથી જુગાર જશે તો

તારો પરિવાર થશે રાજી,


જુગારમાં કેટલાય ઘરોની જિંદગી વચ્ચે ડૂબાણી

લે આવ્યો એક્કો, બાદશાહ ને રાણી.


Rate this content
Log in