STORYMIRROR

Chirag Sharma

Others

4  

Chirag Sharma

Others

જોયા છે

જોયા છે

1 min
367

નાનેથી મોટા બનતા લોકોને મેં જોયા છે,

મહેનત કરતાં ગરીબોને, અમીર બનતાં પણ જોયા છે,


કર્મ કરો સારા, તો મીઠાં ફળ મળતા મેં જોયા છે,

ભ્રષ્ટાચારી અને વ્યભિચારીઓનાં ઘર ઉજડતા પણ જોયા છે,


કર્મનિષ્ઠ અને નીતિવાનને મહાન બનતાં મેં જોયા છે,

સ્વાર્થી અને લોભિયાઓનાં ઘર વિખરતા પણ જોયા છે,


પ્રામાણિકતા અને પ્રેમનો દંભ કરતાં લોકોને મેં જોયા છે,

લોભી અને જૂઠાનો જય-જય કાર કરતાં લોકોને પણ જોયા છે,


સાચા અને પ્રામાણિક વ્યક્તિને હેરાન થતાં મેં જોયા છે,

જૂઠાની આ દુનિયામાં સાચાને મરતાં પણ જોયા છે,


વચન આપેલું ફોક કરતાં લોકોને અહીંયા મેં જોયા છે,

ભાઈચારાની વાત કરતાં ને હેવાન બનતાં પણ જોયા છે,


આપણાં વખાણ કનારને પીઠપાછળ નિંદા કરતાં પણ જોયા છે,

મતલબી આ દુનિયામાં લોકોને બહું નજીકથી મેં જોયા છે.


Rate this content
Log in