જોયા છે
જોયા છે
1 min
208
તમે સુંદરતાની વાત કરો છો !
અમે પૂનમના ચાંદ પર ઘણાય દાગ જોયા છે,
આતો એક મજા છે, હાથ પકડીને ચાલવાની !
અમે તો રસ્તાકેરી ભીડમાં ઘણાને એકલા જોયા છે,
તમે ફૂલોને ખીલતા જોવાની વાત કરો છો !
અમે ખરતા ફૂલોને પણ રડતા જોયા છે,
આતો એક મજા છે વરસાદની,
ચોમાસુ બનીને વરસવાની
અમે તો ભરઉનાળે ઘણાંને આંખોથી વરસતા જોયા છે
તમે સૂરજ ઉગતાની સાથે ઘણાને જાગતા જોયા હશે !
અમે તો ઢળતી આંખોની પાછળ
ઘણા ઉજાગરા જોયા છે.
