જોને, આ વિચિત્રતા
જોને, આ વિચિત્રતા


ઊંચી છે ઇમારતો, ને નાના છે મન,
પહોળા છે રસ્તાઓ, ને સાંકડા દૃષ્ટિકોણ,
મોટું છે મકાન, ને રહેનારા છે ત્રણ,
જોને, આ વિચિત્રતા !
સેંકડો છે ફેસબુક ફ્રેન્ડ્સ, ને એકાકી છે મન,
લાગણીની બોલબાલા, ને સભ્યતાની પૉલ,
લાગણી ના નામે, કેવો વેપાર ચાલે રેલમછેલ,
જોને, આ વિચિત્રતા !
હવા છે શુદ્ધ, ને દુષિત છે મન,
આલિશાન છે મકાનો, ને તૂટેલા છે સંબંધો,
મિલકત છે લાખોની, ને “મોરલ” છે કમ,
જોને, આ વિચિત્રતા !
વાતો છે ઓછી, ને કોલાહલ છે હરદમ,
વાંચે છે વધુ, ને વિચારે છે કમ,
અફવા છે જાતજાતની, ને સચ્ચાઈ છે કમ
જોને, આ વિચિત્રતા !
દવાઓ છે જાતજાતની,
ને તબિયત છે નરમ,
રોગ છે જાતજાતના, ને દવાઓ છે કમ,
ધંધાઓ છે જાતજાતના, ને “કિંમત”છે કમ,
જોને, આ વિચિત્રતા !
>
વ્યંજનો છે ભાતભાતના,
ને પાચન શક્તિ છે નરમ,
દવાની ગોળીયો જાતજાતની, ને પરેજી છે કમ,
માણસાઈ હવે થઈ ગઈ કમ,
જોને, આ વિચિત્રતા !
પહોંચવું છે અંતરિક્ષમાં,
ને ખબર નથી પડોશી છે કોણ,
ભણતર છે વધારે, ને આવડત છે કમ,
શારીરીક સુખો છે વધારે,
ને માનસિકતા છે કમ,
જોને, આ વિચિત્રતા !
લખે છે વધારે, ને શીખે છે કમ,
આ જીવનની હરીફાઈમાં,
કોણ હંમેશા રહે છે પ્રથમ,
માણસાઈ હવે થઈ ગઈ કમ,
જોને, આ વિચિત્રતા !
વધે છે વરસો, ને “જીવે” છે કમ,
બનાવે છે “એટમ”, તોય તોડી શકે ના અહમ,
જોને, આ વિચિત્રતા !
માણસાઈ પુરાઈ છે પિંજરે,
ને પ્રાણીઓ મહાલે છે મુક્ત,
છુપાયું છે હાસ્ય, ને આંખો છે બેશરમ,
લાગણીને બદલે, નફરત છે હરદમ,
જોને, આ વિચિત્રતા !