જોજો મારા ગુજરાતીઓ
જોજો મારા ગુજરાતીઓ


ચીન આયુ, ઈટલી આયુ, ભારતમાં આયુ ભઈ
આ કોરોનાથી ચેતજો નહીં તો પ્રાણ જશે લઈ
દિલ્હી આયુ પંજાબ આયુ ગુજરાતમાં આયુ ભઈ
જોજો મારા ગુજરાતીઓ મારી વાત ભૂલતા નઈ
ઘરમાં રેજો..ટી.વી જોજો બહાર નીકળતાં નઈ
જોજો મારા ગુજરાતીઓ મારી વાત ભૂલતા નઈ
હાથ ધોજો... સ્નાન કરજો જયાં ત્યાં અડતાં નઈ
જોજો મારા ગુજરાતીઓ મારી વાત ભૂલતા નઈ
ઘરમાં બેસો, રમત રમજો, ખોટા આંટા મારતા નઈ
જોજો મારા ગુજરાતીઓ મારી વાત ભૂલતા નઈ
ચા પીજો, કૉફી પીજો, બહાર ચેપ લેવા જતાં નઈ
જોજો મારા ગુજરાતીઓ મારી વાત ભૂલતા નઈ
કેરમ રમજો, કૂકે રમજો, ક્રિકેટ રમવા જતાં નઈ
જોજો મારા ગુજરાતીઓ મારી વાત ભૂલતા નઈ