Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Others

4  

Kiran piyush shah "kajal"

Others

જોઈએ

જોઈએ

1 min
340


માથે ઉપાડ ભાર અહીં ધ્યાન જોઈએ, 

રાખીશ માન સાથમાં સન્માન જોઈએ. 


ધારેલ કામ થાય નહીં તોય ખુશ થયો ? 

દિવાનગી વધી પછી ભગવાન જોઈએ. 


અઢળક પ્રયાસ કામ સફળ થાય એટલે 

પળવારમાં નવીન ને આસાન જોઈએ. 


સાગર સમીપ આજ ઉભી ભીંજવી બધું,

હાલાત જાણવા અહીં સંધાન જોઈએ.


કારણ ઘણાંય ખાસ હતાં તોય અવગણી,

સન્માન સાથ આજ સભા સ્થાન જોઈએ.


રાખી અજાણ કામ કરી તો ગયાં પછી, 

સ્વીકાર આમ વાત છે સામાન જોઈએ.


અત્તર જરાય કામ નથી આવવાનું તો, 

મ્હેંકાવવા બધુંજ ત્યાં લોબાન જોઈએ.


Rate this content
Log in