Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Anil Dave

Others


3  

Anil Dave

Others


જોઈએ છે

જોઈએ છે

1 min 453 1 min 453

આ સફરમાં એક સાથીનો સહારો જોઈએ છે,

આ નયનને એક નયનનો ઈશારો જોઈએ છે,


માનવો સાવ ભોળા માણસોને તો ધમકાવે છે,

યુક્તિ-પ્રયુક્તિથી એમને તો ઈજારો જોઈએ છે,


ઈશ્કની જો વાત કરશો તો આ દુનિયા ગોળ ફરશે,

ને પ્રણયને મિલકતનો પણ નજારો જોઈએ છે,


માણસો તો વોટ્સઅપ વિના મરેલાં માંદલાં છે,

હાથ મોબાઈલ પકડવાનો પડારો જોઈએ છે,


આ બહારોથી સફરની રાહ ઓજલ થઈ જાય,

ફૂલની કોમળ કળીઓને નજારો જોઈએ છે.


Rate this content
Log in